કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા 

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા 

Share On

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ

કલોલ પૂર્વમાં ગટર અને પાણીની લાઇન બદલવાની કામગીરી થઇ રહી છે તે સારી બાબત છે. લોકોને તેનો ખુબ જ સરસ ફાયદો મળવાનો છે. જોકે આ કામગીરી દરમિયાન કરાતા આડેધડ ખોદકામને કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઈ છે. એકપણ સેફટી નિયમોનું પાલન કાર્ય વગર દે ધનાધન રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે. ઠેર ઠેર ખાડાઓ થઇ જતા લોકોને પડી જવાની બીક લાગી રહી છે. આ સંજોગોમાં ખોદકામ હોય તે સ્થળોએ સેફટી બેરિકેડ મુકાય તે જરૂરી બન્યું છે.અમુક કાઉન્સિલરો તો સમ ખાવા પણ ડોકાતા નથી જેમના વિરુદ્ધ જનાક્રોશ ફાટી નીકળે તેમ છે.

 

કલોલ પૂર્વમાં માંડ રસ્તા સરખા થયા હતા, તે હવે આ ખોદકામને લીધે તૂટી ગયા છે. મગરની પીઠ જેવા રસ્તા પર વાહનો ચલાવવામાં લોકોને આંટા આવી રહ્યા છે. હાલ આવી જ હાલત છે તો ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાશે તે વિચારતા જ ધ્રુજારી છૂટી જાય છે. આ સંજોગોમાં ઝડપથી કામ પૂર્ણ થાય તેવી લોકોની માંગણી છે. ગમે ત્યાં રસ્તા ખોદીને મૂકી દેવાતા લોકોને ક્યાં પસાર થવું તે વિમાસણ ઉભી થઇ છે.

બે માસ અગાઉ બનેલ રોડ તૂટી જતા દિલ પર પથ્થર પડ્યો હોય તેવી લાગણી થઇ રહી છે. જો નવા રસ્તા નહીં બને તો રહીશો આંદોલનના મૂડમાં જ છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.  તૂટેલા રોડથી કમરના મણકા ભાંગી જશે તેવી ચર્ચા પણ થઇ રહી છે.

પાણીની પાઇપ બાદ ગટરની પાઇપ બદલવાની પણ કામગીરી શરુ થશે જેને લીધે અડાડો તૂટેલો રોડ આખો તૂટી જશે. તંત્ર આ આ બાબતે વિચારીને યોગ્ય ખોદકામ કરાવે તેમજ લોકોને માર્ગ માટે અમુક વિકલ્પ આપે તે જરૂરી બન્યું છે.

કલોલ નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર