મહેસાણાની કુદરત સોસાયટી માં અબોલ જીવો પર ક્રૂરતા ગુજરતા તત્વો થી ત્રાહિમામ જીવ દયા પ્રેમીઓ માં બુમ

મહેસાણાની કુદરત સોસાયટી માં અબોલ જીવો પર ક્રૂરતા ગુજરતા તત્વો થી ત્રાહિમામ જીવ દયા પ્રેમીઓ માં બુમ

Share On

મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બન્યા

 

મહેસાણા માં આવેલ કુદરત સોસાયટી માં જીવ દયા પ્રેમી સોનલ બેન હરેશ ભાઈ બારોટ દ્વારા અબોલ જીવો ની સેવા કરવા માં આવી રહી છે,
આ દરમિયાન એવા કિસ્સા સામે આવ્યા છે કે અમુક અસામાજિક તત્વો દ્વારા અબોલ જીવો પર ત્રાસ ગુજારવા માં આવી રહ્યો છે,
અબોલ જીવો ની સેવા કરતા સોનલ બેન જીવ દયા પ્રેમી દ્વારા અબોલ જીવો ને ખાદ્ય ખોરાક તથા પ્રાથમિક સારવાર પણ આપવા માં આવી રહી છે એવા માં અમુક સોસાયટી માં રહેતા રહીશો, અબોલ જીવો થી નફરત કરતા હોય તેમ અબોલ જીવો ને લાકડી તથા પથ્થરો મારી ભગાડી દેવા માં આવી રહ્યા છે તેવી જીવ દયા પ્રેમી સોનલ બેન ની રાડ જોવા મળી હતી,
મળતી માહિતી મુજબ અબોલ જીવો થી નફરત કરતા તત્વો દ્વારા અબોલ જીવો પર લાકડી અને પથ્થરો દ્વારા હુમલા કરવા માં આવી રહ્યા છે. આ રીતે કરવામાં આવતા ઘાતકી હુમલામાં ગણા અબોલ જીવો ઘાયલ પણ થયાં છે, જીવ દયા પ્રેમી તથા અબોલ જીવો ની સંસ્થાઓ દ્વારા વારંવાર કહેવા છતાં પણ હુમલાઓ અટકતા નાં હોવા ની રાડ સામે આવી છે,

 

 

જીવ દયા પ્રેમી તથા અન્ય અબોલ જીવો ને સારસંભાળ રાખતી સંસ્થાઓ દ્વારા માંગ ઉઠી છે કે જો આ પ્રમાણે ની ક્રૂરતા અટકશે નહિ તો કાયદાકીય કાર્યવાહી કરવા માં આવશે અને અબોલ જીવો પર ક્રૂરતા દાખવતા તત્વો પર જરૂરી કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તથા વારંવાર મળતી ફરિયાદ ને ધ્યાન માં રાખી ને જાણીતી સંસ્થા અને અબોલ જીવો માટે કાર્યરત સંવેદના અબોલ જીવો ન્યૂઝ અને ટીમ સંવેદના દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

 

કલોલ સમાચાર