આ વર્ષે ચોમાસું ખેંચાયુ છે. ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો નથી તેને કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ રહેલો જોવા મળ્યો હતો. જોકે ગઈ કાલે કલોલમાં ભારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઈ કાલે કલોલમાં ધોધમાર વરસાદને કારણે ત્યારે ઠેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતા.
Video :
મોટા ભાગના તમામ વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અંબિકા હાઈવે વિસ્તાર, સિંદબાદ, વર્કશોપ, રેલ્વે પૂર્વ,વખારીયા ચાર રસ્તા, સ્ટેશન રોડ, કલોલ ડેપો તેમજ અંડરબ્રિજમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરો : https://www.facebook.com/
આ પણ વાંચો : કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ
City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા
કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ