કલોલમાંથી અપહરણ કરાયેલ યુવાનને મુક્ત કરાવતી LCB
કલોલમાં અપહ્યત થયેલ યુવાનનો છુટકારો થયો છે. ગાંધીનગર LCB એ યુવાનને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પિતરાઇ ભાઇએ હાથ ઉછીના એક લાખ રૂપિયા આપ્યા હતા, જે પરત નહિ આપતા પિતરાઇ અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને ગત રોજ બુધવારે સવારના સમયે એક કારમાં 4 લોકોએ આવીને યુવકને પાન પાર્લર આગળની ઉઠાવી લીધો હતો.
કલોલ પોલિસ સ્ટેશનમાં એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પુત્રનું અપહરણ થયું છે. બાદમાં ગોઝારીયામાં રહેતા પિતરાઈ ભાઈઓએ જ અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એલસીબીએ બાતમી મળી હતી કે કલોલ થી અપહરણ થયું છે, તે કાર નંબર જી જે 02 સીએ 4775મા આરોપીઓ હાલમાં કલોલ શહેરમાં ફરી રહ્યા છે. પોલીસે તેરસાચોકડી પાસેથી કારને રોકી હતી અને બે વ્યક્તિની ધરપકડ કરી હતી. યુવાને પોતાના ભાઈ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા પરંતુ પરત ન કરતા કિડનેપ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
કલોલમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યાં