કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન,13 જુગારીઓ પકડી કાર્યવાહી હાથ ધરી 

કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન,13 જુગારીઓ પકડી કાર્યવાહી હાથ ધરી 

Share On

કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન

લોકલ ક્રાઇમ બ્રાંચે કલોલ તાલુકાની હદના ખોરજા પુરા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમતા એક મહિલા સહિત ૧૩ આરોપીઓને પકડી પાડ્યા છે. તેમની પાસેથી ૧.૯૬ લાખ રૂપિયા, બાર મોબાઈલ ફોન અને  બે વાહન તથા ગંજીપાના સહિતની કુલ ૪.૧૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ કલોલ ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખોરજા પરા પાસે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં મંગાજી લાલાજી ઠાકોર તથા તેના સાગરિતો માણસો ભેગા કરી ગંજીપાનાનો પૈસાની હાર-જીતની જુગાર રમતો અને રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન એક મહિલા સહીત કુલ ૧૩ ઇસમો ને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાંથી મંગાજી લાલાજી ઠાકોર, અમિત કુંભાર, નાગેશ ઠાકોર, વિરલ ચૌહાણ, પ્રવીણ જી ઠાકોર, ચંદન ઠાકોર, બાબુજી ઠાકોર ધીરુભાઈ પટેલ, કિરીટ પટેલ, અરવિંદજી ઠાકોર, શોભનાબેન ઠાકોર ને પોલીસે ઝડપી લીધા હતા તેમજ ઉપરોક્ત જુગારની પ્રવૃત્તિ ચલાવતા પકડાયેલા આરોપી મંગાજી રાજાજી ઠાકોરને પૂછપરછ કરતા પોતે પોતાના મિત્રો રાજુજી ગાભાજી ઠાકોર,જય ઠાકોર, પ્રકાશ કટારીયા વગેરેની ભાગીદારીમાં પડતી પ્રવૃત્તિ આચરતા હોવાની હકીકત જાણવા મળી હતી જેને આધારે આ લોકો ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

 

કલોલ સમાચાર