ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલમાં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું 

ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલમાં RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું 

Share On

 બળદેવજી ઠાકોરે RCC રોડનું ખાતમુહૂર્ત કર્યું

કલોલની અહેમદી પાર્ક સોસાયટીમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ધારાસભ્યે જણાવ્યું હતું કે કલોલના સર્વાંગી વિકાસના અભિગમ સાથે અહેમદી પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૫,૦૦,૦૦ ની ફાળવણી કરી છે.
ત્યારે આજે ખાત મુહૂર્ત કરી આરસીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. ટુંક સમયમાં આ આરસીસી રોડ બનતા અહેમદી પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશો અને મુલાકાતીઓને તેનો સીધો લાભ મળશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો  
આ પ્રસંગે કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશોક પરમાર, નગરપાલીકામાં વિપક્ષના નેતા શ્રી શાર્દુલ્લાખાન, ઉપનેતા શ્રી ધનજીભાઈ પરમાર, દંડક શ્રી સંજય વાધેલા, કલોલ શહેર કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ શ્રી સુનિલ લુહાર, કાઉન્સીલર શ્રી સલ્લાઉદ્દીન મલેક, શ્રી સાકીબ મલેક, નિલોફરબાબુ લુહાર, ચાસ્મીનાબીબી પઠાણ, મંજુલાબેન મકવાણા, યાસ્મીનબાનુ સૈયદ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

કલોલ સમાચાર