કલોલ માં શાહરૂખ ખાન ની આવનારી પઠાણ ફિલ્મ નો વિરોધ

કલોલ માં શાહરૂખ ખાન ની આવનારી પઠાણ ફિલ્મ નો વિરોધ

Share On

કલોલ માં ફિલ્મ પ્રસારિત ન થાય તે માટે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યું…..

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂકી છે. જેમાં ભગવા રંગને અશ્લીલતાનો રંગ ગણાવી બેશરમ રંગ નામનું ગીત આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. જેનો વિરોધ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ ફિલ્મ કલોલમાં પ્રસારિત ન થાય તે માટે કલોલ ના પોલીસ મથક અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

બોલીવુડ નો વિવાદો સાથે જૂનો સંબંધ છે. કેટલીક વખત બોલીવુડ સ્ટાર તેમના ફ્રેન્ડ્સ સાથે ગેરવર્તણુંક કરતા પણ નજરે ચડતા હોય છે. ટૂંક સમયમાં અનેક વિવાદોમાં સપડાયેલી પઠાણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, જેનો વિરોધ દરેક રાજ્યમાં થઈ રહ્યો છે. વિરોધનું મુખ્ય કારણ ફિલ્મમાં જે બેશરમ નામનું ગીત દર્શાવવામાં આવ્યું છે, તેમાં ભગવા રંગ ને સરમ વિનાનો દર્શાવી તેનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. ભગવો રંગ એ સનાતન હિંદુ ધર્મ માટે સદા વંદનીય રંગ છે, અને આ ફિલ્મમાં ભગવા રંગનું જ ગોર અપમાન થયું છે, તેવા આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠન દ્વારા ફિલ્મ ને કલોલ માં પ્રસારિત થતી અટકાવવા માટે પોલીસ મથક અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

પઠાણ ફિલ્મ માં અભિનેતા શાહરુખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દર્શાવેલ બેશરમ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગના વલ્ગર કપડા પહેરી સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કર્યું છે, તેમ જ ગીતના શબ્દો બેશરમ રંગ એટલે કે ભગવો રંગ શરમ વગરનો.! એવું તાત્પર્ય થાય, જેથી સનાતન હિન્દુ ધર્મની લાગણી દુભાતા, આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને તેના કલોલ શહેર મહામંત્રી ચિરાગ પટેલ અને પ્રમુખ નૈતિક વાળંદની હાજરીમાં ફિલ્મને કલોલમાં પ્રસારિત થતી અટકાવવા માટે પોલીસ મથક અને કલોલ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ ફિલ્મ કલોલ તેમજ ભારત ના કોઈ પણ રાજ્ય માં પ્રસારિત કરવામાં ન આવે, તે હેતુ થી આવેદનપત્ર આપવા માં આવ્યું હતું. સાથે સાથે સંગઠન દ્વારા એ વાતની ટકોર કરવામાં આવી છે કે, જો આ ફિલ્મ કોઈપણ થિયેટરમાં પ્રસારિત કરવામાં આવશે, તો અમે તેનો વિરોધ કરીશું અને વિરોધ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી થિયેટર ના માલિકો ની રહેશે તેવી ચીમકી હિન્દુ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

 

કલોલ સમાચાર