કલોલ પૂર્વમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો 

કલોલ પૂર્વમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો 

Share On

કલોલ પૂર્વમાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

કલોલના પૂર્વ વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમાડતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી રોકડ રકમ સહીતનો મુદ્દામાલ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વમાં ઘણા લોકો જુગાર રમાડતા હોય છે ત્યારે કલોલ પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરી હતી. એક જુગારીને ઝડપી લેવાતા અન્યોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
રેલવે પૂર્વ દીવડા તલાવડી ખાતે ભાવેશ રાવળ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડે છે તેવી બાતમી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે આસપાસમાંથી પંચના બે માણસો બોલાવીને દરોડો પાડ્યો હતો. અહીં પહોંચતા બાતમી સાચી પડી હતી. જેથી પોલીસે જાહેરમાં આંકડા લખાવતા ઈસમની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનું નામ ભાવેશ રાવળ જણાવ્યું હતું અને પ્રભુનગરમાં રહેઠાંણ છે. પોલીસે આરોપીને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર