PM મોદીના માતા 100 વર્ષ પૂર્ણ કરશે, પ્રધાનમંત્રી મળવા ગાંધીનગર આવશે 

PM મોદીના માતા 100 વર્ષ પૂર્ણ કરશે, પ્રધાનમંત્રી મળવા ગાંધીનગર આવશે 

Share On

PM મોદીના માતા 100 વર્ષ પૂર્ણ કરશે, પ્રધાનમંત્રી મળવા ગાંધીનગર આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી) 18 જૂનના રોજ ગાંધીનગરમાં તેમના માતા હીરાબેન મોદીના નિવાસસ્થાને તેમનો 100મો જન્મદિવસ ઉજવવા જશે. આ પ્રસંગે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પણ પૂજાનું આયોજન કરવામાં આવશે. જેમાં પીએમ પણ સામેલ થશે. આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મા કાલીનાં મંદિરે પણ ધ્વજારોહણ કરશે.

અગાઉ 11 માર્ચે પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા ત્યારે અમદાવાદમાં તેમની માતાને મળ્યા હતા. કોવિડ-19 રોગચાળાને કારણે પીએમ નરેન્દ્ર મોદી બે વર્ષના અંતરાલ પછી તેમની માતાને મળ્યા હતા. આ ઉપરાંત 18મી જૂને તેમની વડોદરા મુલાકાત દરમિયાન પીએમ મોદી લગભગ 4 લાખ લોકોને સંબોધન પણ કરવાના છે, જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સામેલ હશે. સરદાર એસ્ટેટ પાસે આવેલી લેપ્રસી હોસ્પિટલમાં આ કાર્યક્રમ યોજાશે.

18મી જૂને યોજાનારી પીએમ મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને આનુષંગિક સુવિધાઓ પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે.

A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

ગુજરાત સમાચાર