કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 

Share On

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો

કલોલ પૂર્વમાં વાંદરોએ એક મહિલાને બચકું ભરી  દેતા ચકચાર ફેલાઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ પણ વાંદરો પાંચ વ્યક્તિઓને કરડ્યો હતો. વારંવાર બનતી ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાયો છે. કલોલ પૂર્વમાં આવેલ પાણીની ટાંકી પાસે ગોકુલ નગરમાં એક મહિલાને વાંદરાએ બચકું ભરી લીધું હતું. જેને કારણે દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પાણીની ટાંકી આસપાસ વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે.  રાહદારીઓ તેમજ સ્થાનિકો પર વાંદરા હુમલો કરતા હોય છે. આવો જ એક બનાવ પૂર્વની ગોકુલ નગર સોસાયટીમાં બન્યો છે. અહીં રહેતા એક મહિલાના હાથે વાંદરો બચકું ભરી નાસી ગયો હતો. આ વૃદ્ધ મહિલાના હાથમાંથી લોહી નીકળતા તેમને કલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. વાંદરો કરડવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભય ફેલાઈ ગયો છે.

કલોલ પૂર્વમાં વાંદરો કરડતા લોકોમાં ભયનો માહોલ, એક વ્યક્તિ સિવિલમાં દાખલ 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર