છેલ્લા છ મહિનાથી ઘડિયાળ સદંતર બંધ હાલમાં……

કલોલના ટાવર ચોક વિસ્તારમાં આવેલ ટાવરની ઘડિયાળ છેલ્લાં કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. તંત્રને સ્થાનિકો દ્વારા ઘડિયાળ ને શરૂ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઘડિયાળને ચાલુ કરાવવા માટેના કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

ટાવર ચોક વિસ્તારમાં આવેલ ટાવરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. બંધ પડેલ ઘડીયાળને ચાલુ કરાવવા માટે તંત્રને સ્થાનિકો દ્વારા અનેકવખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર ઘડિયાળને શરૂ કરાવવા માટે પગલાં લઇ રહ્યું નથી.જેથી સ્થાનિક જનતાને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલના હાર્દ સમા ટાવર ચોક વિસ્તારના ટાવરમાં જ ફીટ કરવામાં આવેલી ઘડિયાળ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં હોવા છતાં પણ તંત્ર આ ઘડિયાળને ચાલુ કરાવવા માટે યોગ્ય કામગીરી કરી રહ્યું નથી. તેમજ આંખ આડા કાન કરી રહ્યું છે, તંત્રની આળસને કારણે સ્થાનિક જનતાને વધુ ભોગવવાનો વારો આવ્યો છે.બંધ પડેલ ઘડિયાળને રિપેર કરાવી ત્વરિત ધોરણે શરૂ કરાવવામાં આવે તેવી માંગ થઇ રહી છે.
