પ્રાથમિક શાળા નંબર 4 અને 8નો ટ્વિનિંગ પ્રોગ્રામ
કલોલની પ્રાથમિક શાળાઓમાં ટ્વીનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર ઓફિસ સામે આવેલી સરકારી કલોલ પ્રાથમિક શાળા નં. ૪ અને અને કલોલ શાળા પ્રાથમિક શાળા નં. ૮ નો ટ્વિનીંગ પ્રોગ્રામ યોજાયો હતો.જેનો હેતુ બંને શાળા માં થતી ઈનોવેટીવ પ્રવૃત્તિઓ, વગૅખંડ અધ્યયન પધ્ધતિઓ,પુસ્તકાલય, વિજ્ઞાન લેબ તથા વકતૃત્વ,ડિબેટ થી બંને શાળા ના વિદ્યાર્થીઓ પરિચિત થયા હતા.
કલોલની પ્રાથમિક શાળા નંબર 4 અને 8નો ટ્વિનિંગ પ્રોગ્રામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.શાળા ની શ્રેષ્ઠ તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓ નું નિદર્શન કરવામાં આવ્યું હતું.પ્રવૃતિઓમાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી ગીરીશભાઈ પ્રજાપતિ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ અગાઉ જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત સરકારી કલોલ પ્રાથમિક શાળા નંબર 4 માં ધોરણ ૧ થી ૮ ના બાળકો નો જીવન કૌશલ્ય આધારીત બાળમેળો યોજાયો. જેમાં ચિત્રકામ, ચિટકકામ,કાગળકામ, માટીકામ,વેસ્ટમાંથી બેસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો,ગેમ શો, જાદુ, વેપારના વિવિધ સ્ટોલો ,ગણિત ગમ્મત,અભિનયો જેવા વિષયોમા તમામે ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો. આચાર્ય શ્રી ગિરીશભાઈ વી પ્રજાપતિ દ્વારા પ્રોત્સાહન ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો