લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત
કલોલ પૂર્વમાં પાણીની પાઇપ લાઇન બદલવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના નેતા નિલેશ આચાર્ય, વોર્ડ નંબર ચારના કાઉન્સિલર અને ઉપપ્રમુખ મુકુંદભાઈ પરીખ, પ્રદીપ ભાઈ ગોહિલ વોર્ડ નંબર 5 માં પાર્ટીના સક્રિય કાર્યકર અને હોદ્દેદારો ધર્મેન્દ્ર ભાઈ વ્યાસ અને તેમજ વોર્ડ નંબર 11 અને હેમાક્ષી બેન સોલંકીએ હાજર રહીને શુભ શરૂઆત કરાવવામાં આવી હતી.
કલોલ નગરપાલિકા વિસ્તારમાં રેલ્વે પૂર્વમાં છેલ્લા એક અઠવાડીયા થી ઝાડા ઉલટી ના રોગચાળા સંબંધે ગાંધીનગર-૬ લોકસભાના સાંસદ તથા ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજયના મુખ્ય મંત્રી સાથે ચર્ચા થયેલ અને તેના અનુસંધાને કલોલના રેલ્વે પૂર્વમાં પાણીની લાઇનો ૪૫-વર્ષ જુનુ હોઇ અને નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ એ રેલ્વે પૂર્વની મેઇન પાણીની લાઇનો બદલવાનો રૂા.ર-૦૦ કરોડનો પ્રોજેકટ સરકારમાં મોકલાવેલ હતો જેને સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૨-૦૦કરોડનો પ્રોજેકટ સીએમ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જીયુડી.સી. દ્વારા આ કામ યુધ્ધના ધોરણે હાથ ધરવાના આદેશો અપાયા છે.
આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી જૂની પાઇપ લાઈન છે. જેને કારણે ઘણી વખત લીકેજને કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. આ સમસ્યાનો કાયમી અંત લાવવા પાલિકા કટિબદ્ધ બની છે. આશરે 1.59 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપ લાઈન નાખવામાં આવશે. સમગ્ર આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે જેથી ગટર અને પાણીની પાઇપ લાઇન એકબીજાથી દૂર રહે.
બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું
1 thought on “રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું ”