કલોલના પિયજના બોરકુવા પર ચોરો ત્રાટકયા,62,000ના સામાનની ચોરી

કલોલના પિયજ ગામમાં આવેલ બોર કુવાની ઓરડીમાં મુકેલ 200 એમ્પીયરનો બ્લોક તેમજ એટીએસ તેમજ કેપેસીટર મળી કુલ ત્રણેયની કિંમત 27,000 તેમજ બોરવેલનો 35 ફૂટ કેબલ જેની કુલ કિંમત 35,000 જેવી થવા જાય છે તે ચોરો ઉઠાવીને લઈ ગયા હતા. ચોરોએ 62,000 ના સામાનની ચોરી કરી હતી.
ઘટનાની વિગતો અનુસાર કલોલ તાલુકાના પિયજ ગામમાં રહેતા અજીત કુમાર પીયજા પોતાના ખેતરમાં બોર બનાવીને ખેતી કરે છે. બપોરે તેઓ જમીને સાંજના બોર પર ગયા નહોતા. બીજા દિવસે સવારે તેમને માલુમ થયું હતું કે કોઈ અજાણ્યા ઈસમોએ સમયે ઓરડીનું તાળું તોડી બોરનો મોટરનો કોપર કેબલ કાપી ગયેલ છે. જેને કારણે બોર પર પહોંચતા ત્યાં 35 ફૂટ જેટલો વાયર જોવા મળ્યો નહોતો.
કલોલ અંબિકા હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
જેને લઈને ખેડૂતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બોરકુવા પરથી કેબલ,બ્લોક તેમજ કેપેસીટરની ચોરી થઈ ગઇ હતી.