કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત
કલોલ-છત્રાલ હાઇવે પર અકસ્માતનો બનાવ નોંધાયો હતો. કડીમાં રહેતા પ્રિન્સિપાલ સ્ટેશનરીનો સામાન લેવા કલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. કડી સ્કૂલમાં પ્રિન્સિપાલ તેમજ શિક્ષિકા પોતાની ગાડીમાં કલોલ આવી રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે તેમને ટકકર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કાર પલ્ટી ખાઈ ગઈ હતી.
અકસ્માતને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ બંને મહિલાઓને કારમાંથી બહાર કાઢી હતી. આ બે મહિલાઓને કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. કલોલ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
