કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો

કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો

Share On

 ગેરકાયદે બાંધકામ કરી વેપલો શરુ કર્યો

કલોલમાં વર્ધમાન નગર સહીતના વિસ્તારોમાં હોસ્પિટલોએ બેફામ ગેરકાયદે બાંધકામ કરીને વેપલો ચાલુ કર્યો છે. રહેણાંક વિસ્તારમાં આશરે 30થી વધુ હોસ્પિટલના ડોકટરોએ પોતાની દુકાન ચલાવવા માટે અન્ય હજારો લોકોના જીવ જોખમમાં મુક્યા છે. આ હોસ્પિટલો ના તો કોઈ ફાયર સેફ્ટીની સગવડ છે ના કોઈ મેડિકલ વેસ્ટના નિકાલની. આસપાસની સોસાયટીઓ વાળા હોસ્પિટલોના ગેરકાયદે બાંધકામોથી હેરાન પરેશાન થઇ ગયા છે.

કલોલમાં રહેતા હોવને વર્ધમાન નગરમાં આવેલ હોસ્પિટલો ના જોઈ હોય તે શક્ય નથી. અહીં રોજ પારાવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કેમ કે કોઈપણ હોસ્પિટલ પાસે પાર્કિંગ નથી, ફાયર સેફ્ટી નથી આ સંજોગોમાં બાંધકામને મંજૂરી ક્યાંથી અને કોણ આપે છે તે સવાલ ઉભો થયો છે. નગરપાલિકા અને ઔડા પૈસા લઈને આ બાંધકામને મંજૂરી આપતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

 

રહેણાંક વિસ્તારમાં હોસ્પિટલોની આડેધડ મંજૂરીઓને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાયું છે. હોસ્પિટલો પાસે પોતાનો સ્વતંત્ર પાણીનો બોર નથી. આ દવાખાનાઓ બેફામ પાણી વાપરે છે જેને કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી પણ પૂરતા પ્રેશરથી  શકતું નથી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

સોસાયટી આગળ લોકો વાહન મૂકીને જતા રહે છે જેથી સભ્યોને પોતાનું વાહન બહાર કાઢવા રોજ માથાકૂટ કરવી પડે છે.
આ આ હોસ્પિટલો પોતાના આર્થિક લાભ માટે થઇને આસપાસના દસ હજારથી પણ વધુ લોકોના જીવ સાથે રમત રમી રહી છે.ડોકટરો દ્વારા ઘરોમાં હોસ્પિટલો શરુ કરી દેવાઈ છે. જેમાં આડેધડ ગેરકાયદે બાંધકામ કરીને પોતાનો વેપલો શરુ કરી દેતા નાગરિકો પણ રોષે ભરાયા છે.

 

 

રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈને જે નિયમો છે તેનું પણ હાલ પાલન કરવામાં આવતું નથી. આ ડોકટરો તેમજ તેમને મંજૂરી લાવી આપનારાઓ પર કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. કઈ કઈ હોસ્પિટલો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તેની વિગતો પણ ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે.

કલોલના પંચવટી વિસ્તારમાં ફાયરિંગ થતા ચકચાર : શું છે સમગ્ર મામલો 

ઈમ્પૅક્ટ : કલોલમાં ગેરકાયદે પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ ?

 

Home sale

કલોલ સમાચાર