ઉર્વશીબેન પટેલેનવી લાઈનના કામકાજનું નિરીક્ષણ કર્યું
કલોલના પૂર્વ વિસ્તારમાં પાણીની નવી પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. કલોલ નગર પાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે મોડી રાત્રે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલોલના ઉર્જાવાન નગર પાલિકા પ્રમુખ પ્રજાહિતના કામમાં પ્રયત્નશીલ હોય છે. પૂર્વમાં અંડરબ્રિજ આગળ પાણીની પાઇપ લાઈન નંખાઈ રહી છે.
પૂર્વ ની પીવાના પાણીની લાઈન યુદ્ધના ધોરણે ઝડપથી નાખવામાં આવી રહી છે જેનું રાત્રી દરમિયાન પાલિકા પ્રમુખ તેમજ કાઉન્સિલરોએ નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચના આપી હતી. અત્રે નોંધનીય છે કે ઉર્વશીબેન પટેલ રાત્રી દરમિયાન કલોલ શહેરમાં ચાલી રહેલ વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરતા હોય છે. રાત્રી સફાઈ દરમિયાન તેઓ હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે.
પાલિકા દ્વારા નવી પાઈપલાઈન નાખવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં આશરે પાંચ કિલોમીટરની નવી પાઇપ લાઈન નાંખશે જેમાં સાડા ત્રણ કિલોમીટર ડીઆઈ પાઇપ અને દોઢ કિલોમીટરની પીવીસી પાઇપ નાખવામાં આવશે. જેને લઈને પાઇપ લાઈન લીકેજ સહીતની સમસ્યાનો અંત આવશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
