ચીફ ઓફિસરનો મોટો દાવો
કથિત રીતે પત્રકારનો માઈક તોડવા ની જે ઘટના સામે આવી છે તેમાં હવે નવો વળાંક આપ્યો છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડા તે પણ પોતાનો વિડીયો બહાર પાડીને મોટા આક્ષેપ કર્યા છે. તેઓએ પોતાના વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કેવા સંજોગોમાં આ સ્થિતિનું નિર્માણ થયું.
તેઓએ જણાવ્યું હતું કે વધે તે પત્રકાર ના નામે ફરતા લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે પરમિશન વગર કોઈ પણ સ્થાને અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જાય છે. તેઓએ અસભ્ય વર્તન કરવાની પણ ના પાડી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ કહેવાતા પત્રકારે તેમની સાથે ત્રણ વખત આવું બેહુદુ વર્તન કર્યું હતું.
જુવો ચીફ ઓફિસરનો વિડીયો
અગાઉ પત્રકાર તરફથી કહેવાયું હતું કે કલોલમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની દાદાગીરી સામે આવી છે. કલોલના બોસ સમજતા ચીફ ઓફિસરે લુખ્ખી દાદાગીરી પર ઉતરી ગઈને એક પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.
આ પત્રકારે સવાલ પૂછતાં ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા હતા અને પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. બોર્ડ મિટિંગમાં પત્રકારને પ્રવેશ મામલે આ સંઘર્ષ થયો હોવાનું સામે આવ્યું છે.
Video : કલોલ ચીફ ઓફિસરની દાદાગીરી,પત્રકારને ધમકી આપી માઈક તોડ્યું
2 thoughts on “Video:પત્રકારે બેહુદુ-અસભ્ય વર્તન કર્યું, કલોલ ચીફ ઓફિસરનો મોટો દાવો ”