કલોલમાં ભારે વરસાદથી ચારેતરફ જળબંબાકાર, જુઓ ફોટા
કલોલમાં ભારે વરસાદથી ચારેતરફ જળબંબાકાર:કલોલમાં ગઈકાલે સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો. અમી સાંજે શરુ થયેલ વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેને કારણે સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. કલોલમાં પડેલા વરસાદ અનેક ઠેકાણે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કલોલના ટાવર ચોક, રેલવે પૂર્વ,વખારિયા,પંચવટી,મટવાકુવા,વર્કશોપ વગેરે સ્થળોએ પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઇ હતી. જાહેર રોડ પર પાણી ભરાવવાને કારણે અનેક લોકોના વાહનો બંધ પડી ગયા હતા. તો બીજી તરફ ઘણાના વાહનોમાં પાણી ભરાઈ જતા ધક્કા મારીને લઇ જવાની ફરજ પડી હતી. કલોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કલોલ પોલીસે હાઇવે પરથી બે અલગ અલગ ગાડીઓમાંથી વિદેશી દારૂ પકડ્યો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો