કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?

 કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?

Share On

કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું  લોકાર્પણ

કલોલના પૂર્વ વિસ્તારમાં  છેલ્લા કેટલાક  સમયથી બની રહેલ લાઈબ્રેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારમા કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારના હસ્તે લાઇબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલમાં આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા લાઈબ્રેરી બનાવવામાં આવી છે. વિધાર્થીઓ અને વૃધ્ધો  વાંચી શકે તે માટે લાઈબ્રેરી બનાવવામાં આવી છે. જેનું આજે લોકાર્પણ યોજાયું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, શહેર પ્રમુખ જેકે પટેલ,પાલિકા ઉપપ્રમુખ મુકુંદભાઈ પરીખ,પાટણ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ,કાઉન્સિલરો નિખિલભાઈ બારોટ,હિમાક્ષીબેન સોલંકી,પક્ષના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લાઇબ્રેરીને પુસ્તકોનું દાન કરનાર દાનેશ્વરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમિતિઓના આગેવાનોએ પુસ્તકો ઉપલબ્ધ કરાવતા તેમનું સન્માન કરાયું તો બીજી તરફ સામાજિક કાર્યકર અને વણકર યુવા સમિતિના નિલેશ આચાર્યનું બહુમાન કરાયું હતું. પૂર્વની આ લાઇબ્રેરી શરુ થતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કલોલ સમાચાર