કલોલના કલ્યાણપુરામાં યુવકના હુમલામાં યુવતીનું મૃત્યુ,આરોપી ક્યાંથી પકડાયો ?

કલોલના કલ્યાણપુરામાં યુવકના હુમલામાં યુવતીનું મૃત્યુ,આરોપી ક્યાંથી પકડાયો ?

Share On

કલોલના કલ્યાણપુરામાં યુવકના હુમલામાં ઘવાયેલ યુવતીનું મૃત્યુ

કલોલ શહેર ખાતેે પ્રેમમાં પાગલ એક યુવક કલોલ શહેરના કલ્યાણપુરામાં રહેતી  એક યુવતીને માર મારી ભાગી ગયેલ હતો. સારવાર દરમિયાન આ યુવતીનું મોત થતા ચકચાર ફેલાઈ હતી. પોલીસે ટિમ બનાવી આરોપીને તલોદ તાલુકાના ખેરોલ ગામથી પકડી પાડ્યો હતો.

ભોગ બનનાર યુવતીને કોઇ ઇસમ માથાના ભાગે તથા મોઢાના ભાગે માર માર ભાગી ગયેલ હોય પો.સ.ઇ. એન.બી.ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામા આવેલ તપાસ દરમિયાન માલુમ પડેલ કે  ભોગ બનનાર યુવતી છેલા ત્રણેક વર્ષથી વિકાસ ઠાકોર રહે.કલોલ નામના ઇસમ સાથે પ્રેમ સંબંધમાં હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ યુવતીને યુવક સાથે મનમેળ ન આવતા ઝઘડા થતા હતા. જેને પગલે વિકાસ ઠાકોરે યુવતીને મોતને ઘાટ  ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું.

૧૮મીના રોજ યુવતી ટ્યુશન ક્લાસીસ થી ઘર તરફ જઈ રહી હતી ત્યારે કલ્યાણપુરા ખાતે આવેલ ગોગા મહારાજ ના મંદિર પાછળ કોઈએ બોથડ પદાર્થ માથાના ભાગે મારે યુવતીને ઘાયલ કરી ભાગી ગયો હતો. જેને લઇને કલોલ પોલીસની ટીમે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન તપાસમાં માલૂમ પડ્યું હતું કે વિકાસ ઠાકોર જેથી આરોપી છે તે હાલ બાલીસણા જીલ્લો સાબરકાંઠા ખાતે ભાગી ગયેલ છે. જે અનુસંધાને સાબરકાંઠાના તપાસ જઈને કરતા આ વિકાસ ઠાકોર તલોદ તાલુકાના ખેરોલ ગામેથી મળી આવ્યો હતો તેમજ પોલીસે તેને ઝડપી પાડી ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે કલોલ લઈ આવી છે.

કલોલમાં આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરાયો,વધુ વિગત વાંચો અંદર 

ઘોર કળિયુગ : કલોલમાં આધેડે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું, આરોપીને દબોચી લેવાયો 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર