કલોલ રોગચાળાની વાત દિલ્હી પહોંચી : માનવ અધિકારમાં કોણે ફરિયાદ કરી ?

કલોલ રોગચાળાની વાત દિલ્હી પહોંચી : માનવ અધિકારમાં કોણે ફરિયાદ કરી ?

Share On

કલોલ રોગચાળાની વાત દિલ્હી પહોંચી

કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં વારેઘડીયે રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેને કારણે લોકોએ ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અઠવાડિયા ફેલાયેલ રોગચાળામાં એક બાળકનું મોત થયું છે જ્યારે 416 જેટલા કેસ સામે આવ્યા છે. આ રોગચાળાની વાત  દિલ્હી સુધી પણ પહોંચી ગઈ છે.

કોલેરાના રોગચાળામાં ગઈ કાલે એક બાળકનું મોત થયેલ તેમજ દોઢ વર્ષ પહેલા પાંચ લોકોના મોત થયેલ હતા. સ્થાનિક સતાતંત્ર અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે વારંવાર કોલેરાનો રોગચાળો ફાટી નિકળે છે.રોગચાળાને ડામવા માટેના કોઈ ઠોસ પગલાં ભરવામાં સ્થાનિક તંત્ર સદંતર નિષ્ફળ હોવાનું સામે આવ્યું છે.

 

દસ દિવસથી કલોલ ખાતે ફાટી નીકળેલ રોગચાળા સામે નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ રહેલ તંત્રના અધિકારીઓ સામે ફોજદારી અને ખાતાકીય પગલાં ભરવા માત્ર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા માનવ અધિકાર ભંગની ઓનલાઇન પિટિશન દાખલ કરવામાં આવી છે.

કલોલ શહેરમાં સ્થાનિક તંત્રની લાપરવાહી અને બેદરકારીને કારણે કોલેરાનો રોગચાળો મોટા પ્રમાણમાં ફાટી નીકળેલ છે, નવ માસના બાળકનું મોત થયેલ છે.416 કરતા વધારે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, નાગરિકોના આરોગ્યના અધિકારોની જાળવણી કરવામાં બેદરકાર રહેનાર તંત્ર સામે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી ખાતે ઓનલાઈન પીટીશન દાખલ કરવામાં આવેલ છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કલોલની 59 સોસાયટીઓમાં પાણી બંધ કરવા આદેશ, ટેન્કરો પહોંચાડાશે

રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો 

કલોલ સમાચાર