જન્મ દિવસની ઉજવણી સેવા કાર્ય કરીને કરવામાં આવી
કલોલ તાલુકા મહિલા મોરચાના મહામંત્રી હંસાબેન રાઠોડે તેમના જન્મ દિવસ ઉજવણી સેવા કાર્ય કરીને કરી હતી જેમાં તેમણે આરસોડિયામાં આવેલ આંડળવાડી નાં નાના ભૂલકાઓને બિસ્કટનું વિતરણ કર્યું હતું.
ત્યારબાદ ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત ઈ – નિર્માણ કાર્ડ નિશુલ્ક નીકાળી આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી નિલેશભાઈ આચાર્ય,ગાંધીનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી મનોજભાઈ સોલંકી,કારોબારી સભ્ય મુકેશભાઈ વાઘેલા,નિકુલ મકવાણા,તાલુકા ભાજપના મહિલા કાર્યકર્તા ભાવનાબેન સોલંકી અને કોકિલાબેન ઉપસ્થિતિ રહ્યા હતા.
કલોલ પૂર્વમાં નજીવી બાબતે મારામારી થતા ત્રણ ઘાયલ
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો