અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?

અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?

Share On

અમદાવાદ-મહેસાણા હાઇવે ખસ્તાહાલ,GRICLનાં અધિકારીઓ ગોવામાં ટ્રેનિંગ અર્થે રજાનાં મૂડમાં ?

 

અમદાવાદ મહેસાણા ટોલ રોડ ઉપર હાલત ભયંકર ખરાબ છે. અનેક જગ્યાએ રોડ તૂટી ગયો છે જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં ટોલટેક્સ તંત્ર GRICનાં અધિકારીઓ ટ્રેનિંગના અર્થે ગોવા પહોંચ્યાં છે અને રજાનાં મૂડમાં હોય તેવા સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ ફરતા થયા છે.

આ અધિકારીઓ ટ્રેનિંગ લઈને આવે તેમજ મહેસાણા અમદાવાદ હાઇવે પર લોકોને પડી રહેલી હાલાકીનો અંત લાવે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. કલોલ પાસે આવેલા સઇજ બ્રિજ ચડતા જ મોટા ખાડા પડી ગયા છે. ઉબડખાબડ રસ્તો થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. બીજી તરફ હાઈવે પર ગાયોનો પણ જબરદસ્ત ત્રાસ છે. આ ગાયોને કારણે અકસ્માત સર્જાતા હોય છે.

 

કલોલના અંબિકા નગર બસ સ્ટેન્ડ ખાતે કરોડ રૂપિયાનાં ખર્ચે એસ્કલેટર લગાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી સરકતી સીડી બંધ હોવાથી મુસાફરોને હાઇવે ઓળંગવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં જી.આર.આઇ.સી.એલ દ્વારા કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે ટોલ ટેક્સના અધિકારીઓ ગોવા જઈને ટ્રેનિંગ લઈને સારી બાબતો શીખે જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે તેમ ચર્ચા ચાલી છે.

 

કલોલ સમાચાર