બળદેવજી ઠાકોરે કલોલમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો, ભાજપ દિશાવિહીન

બળદેવજી ઠાકોરે કલોલમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો, ભાજપ દિશાવિહીન

Share On

બળદેવજી ઠાકોરે કલોલમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો, ભાજપ દિશાવિહીન

કલોલના સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પુરજોશથી ચૂંટણી તૈયારીઓ આદરી દીધી છે. કલોલ શહેર અને તાલુકાના ગામડાઓમાં જન સંપર્ક અભિયાનની શરુ થઇ ગઈ છે. જેના ભાગરૂપે પિયજથી મારુ બુથ મારુ ગૌરવ પ્રચાર અભિયાનની શરૂઆત કરાઈ હતી.

પીયજ ગામથી સંકલ્પપત્ર વિતરણ અને જન સંપર્ક અભિયાનનો પ્રારંભ કરતા તેમણે જણાવ્યું હતું કે  કલોલ વિધાનસભા વિસ્તારનું એક પણ ઘર બાકી નહી રહે, “ઘરે ઘરે કોંગ્રેસના સંકલ્પોના પહોંચાડીશું, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાઈશું’. ધારાસભ્યે કલોલ શહેરમાં પણ વેપારીઓ વચ્ચે જઈને પત્રિકા વહેંચી હતી.

તેઓએ ગઈકાલે કલોલ તાલુકાના બોરીસણા ગામે સ્થાનિક રહીશોની પીવાના પાણીની સમસ્યા દુર કરવા તમામ મોર્ડન મશીનરી સાથે બનાવવામાં આવેલ કરવામાં આવેલ નવીન બોર (ટ્યુબવેલ) નું લોકાર્પણ કર્યું હતું. કલોલમાં ભાજપના ઉમેદવારના ઠેકાણા નથી ત્યારે બળદેવજીએ ચૂંટણી પ્રચાર શરુ કરી દેતા ભાજપમાં સોંપો પડી ગયો છે. હાલ ભાજપમાં અનેક બબાલ હોવાથી તેઓ દિશાવિહીન થઇ ગયા છે. જેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે.

બળદેવજી ઠાકોરે કપિલેશ્વર મહાદેવનો વિકાસ કરવા વિધાનસભામાં રજુઆત કરી

કલોલ સમાચાર