કલોલ પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે ઓબીસીને સ્થાને પાટીદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો

કલોલ પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે ઓબીસીને સ્થાને પાટીદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો

Share On

ભાજપે ઓબીસીને સ્થાને પાટીદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો

સ્ટોરી બાય પ્રશાંત લેઉવા 

નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપ દ્વારા આજે વોર્ડ નંબર ચાર માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ એ વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે અનિલાબેન પટેલ પર પસંદગી ઉતારી છે. અગાઉ આ બેઠક પર ઓબીસી મહિલા નગરસેવિકા તરીકે હતા.

માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ દ્વારા ઓબીસીની વોર્ડ ચારમાં બે મોટી જ્ઞાતિ ઠાકોર અને રાવળ સમાજમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે પરંતુ પાટીદાર ચહેરો મેદાનમાં ઉતારતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કારણે કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચાંરની પેટા ચૂંટણી રસપ્રદ બની છે. કલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારનાં નગરસેવિકાએ રાજીનામું આપ્યું હતું જેને પગલે આ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

 

હકીકતમાં આ બેઠક જનરલ જ છે એટલે પક્ષ કોઈપણ જ્ઞાતિના ઉમેદવાર પર પસંદગી ઉતારી શકે છે. પરંતુ જ્ઞાતિવાર જોઈએ તો સૌથી વધુ મતદારો ઓબીસી અને એસસી છે.


બીજી તરફ કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં દલિત સમાજની સૌથી વધારે જનસંખ્યા છે. આ સમાજ વોર્ડ નંબર ચારમાં સારૂ પ્રભુત્વ અને એકતા ધરાવે છે. આ સંજોગોમાં ભાજપ દ્વારા જો સામાન્ય સ્ત્રી બેઠક પર કોઈ દલિત સમાજના ઉમેદવારને તક આપવામાં આવી હોત તો સમાજમાં એક સારો સંદેશો જાત તેમજ જીત પાકી થઈ જાય તેવી સ્થિતિ હતી તેમ લોકો જણાવી રહ્યા છે.

કલોલ સમાચાર