કલોલ નગરપાલિકાની પેટા ચુંટણીમાં કુલ સાત ફોર્મ ભરાયા, વાંચો ઉમેદવારના નામ

કલોલ નગરપાલિકાની પેટા ચુંટણીમાં કુલ સાત ફોર્મ ભરાયા, વાંચો ઉમેદવારના નામ

Share On

કલોલ નગરપાલિકાની પેટા ચુંટણીમાં કુલ સાત ફોર્મ ભરાયા, વાંચો ઉમેદવારના નામ

By Prashant Leuva 

કલોલ : કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી યોજાવાની છે. આજે પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે.

ભાજપમાંથી 2, કોંગ્રેસમાંથી ચાર અને આમ આદમી પાર્ટીમાંથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે અનીલાબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રજ્ઞાબેન ઝાલાની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી બીનાબેન રાવલ, કૈલાશબેન વાઘેલા અને જાગૃતિબેન રાવળે ફોર્મ ભર્યું છે. બીજી તરફ ભાજપમાંથી ભાનુબેન ઠાકોર અને આમઆદમી પક્ષમાંથી વૈષ્ણવીબેન કાપડિયાએ ફોર્મ ભર્યું હતું.

 

આગામી ચાર ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

 

 

 

કલોલ સમાચાર