વેરા બાકીદારો ચેતી જજો,કલોલ પાલિકાએ સિલિંગ ઝુંબેશ આદરી

વેરા બાકીદારો ચેતી જજો,કલોલ પાલિકાએ સિલિંગ ઝુંબેશ આદરી

Share On

વેરા બાકીદારો ચેતી જજો,કલોલ પાલિકાએ સિલિંગ ઝુંબેશ આદરી

કલોલ નગરપાલિકા દ્વારા બાકી વેરો ન ભરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.ક્લોલના સીંદબાદ હાઇવે પર આવેલ એક દુકાન પાલિકાએ સીલ કરી દીધી હતી.વર્ષોથી વેરો નહિ ભરતા પાલિકાએ કડક હાથે કામગીરી કરી હતી. આગામી સમયમાં કલોલ નગરપાલિકા જે લોકોએ પોતાનો વેરો નથી ભર્યો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

આ અગાઉ પાલિકા દ્વારા વેરો ભરવા જાહેરાત આપી સૂચના પ્રસારિત કરી હતી.નગરપાલિકાને તેનો વહીવટ ચલાવવા નાણાંની જરૂર હોય છે. આ નાણાં પ્રજા તરફથી મળતા ટેક્સમાંથી આવતા હોય છે. આગામી સમયમાં જેનો ટેક્સ બાકી હશે તેનું સિલિંગ કરવામાં આવનાર છે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

કલોલના અંબિકા હાઇવે પર ગાય ખુલ્લી ગટરમાં ખાબકી

કલોલ સમાચાર