સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના દૃશ્યો સર્જાયા …..
કલોલના અંબિકા નગર હાઇ વે પાસે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. યોગ્ય સાફ સફાઈના અભાવે આ વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે. સંપૂર્ણ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
અંબિકા નગર સ્ટેન્ડ મુખ્ય સ્ટેન્ડ હોવાના લીધે હજારોની સંખ્યામાં મુસાફરો રોજ અહીંયા થી મુસાફરી કરતા હોય છે. આજ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ ન થતી હોવાની બૂમો પણ સામે આવી છે. જેમાં અમદાવાદ – મહેસાણા સ્ટેન્ડની પાસે આવેલ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, તેમ છતાં તંત્ર દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી રહી નથી. જેથી આ વિસ્તારમાં રોગચાળો વકરવાની દહેસત લોકોમાં જોવા મળી રહી છે.
જેથી આ વિસ્તારમાં રોગચાળો વકરે તે પહેલાં સાફ સફાઈ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.તેમજ આ વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.