કલોલ કોલેજમાં NSSના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા 

કલોલ કોલેજમાં NSSના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા 

Share On

કલોલ કોલેજમાં NSS ના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

કલોલની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,વખારિયા કેમ્પસમાં NSS ના શ્રેષ્ઠ સ્વયંસેવકોને  વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.કોલેજના આચાર્ય ડો.કે.સી.દેશમુખે આશીર્વચન આપ્યા હતા.એન.એસ એસ.ના ઉત્સાહી પ્રોગ્રામ ઓફીસર ડો.એચ.કે.સોલંકીએ યુવાધનની સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં ટ્રોફી,ઇનામો અને સર્ટિફિકેટ વગેરે ડીવાઈન પબલિકેશના  પ્રો.અમૃત ચૌધરી આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ડો.એમ.એ.મેકવાન અને ડો.આર. એમ.પટેલ તેમજ ડો.રીટાબેન પટેલ અને ડો.જયશ્રીબેન ગજ્જરે હાજર રહીને સ્વયંસેવકોને બિરદાવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન કુ.સુહાની અને કુ. પલ્લવીએ કર્યું હતું.આ પ્રસંગે સ્ટાફ પરિવારમાંથી ડો.કલાબેન પટેલ, ડો.કલ્પનાબેન પટેલ, ડો દક્ષાબેન પટેલ તેમજ ડો. જિગરભાઈ પરીખ અને ડો.ફ્રાન્સિસ ભાઈ વસાવાએ હાજર રહીને સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા.

કલોલ પૂર્વ સહિત મહિલા કાઉન્સિલરોના પતિદેવો સ્વંપ્રસિદ્ધિમાં જ રચ્યા પચ્યા

કલોલ સમાચાર