શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું

શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું

Share On

શહેર ભાજપ દ્વારા કલોલ પૂર્વમાં ધાબળા વિતરણ કરાયું

શહેરમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતાં ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુસર ધાબળા આપવાનું સેવા અભિયાન ચાલી રહ્યું છે.  કલોલ શહેર ભાજપ દ્વારા કલોલના વિવિધ વિસ્તારોમાં ફરીને ગરીબ પરિવારોને ધાબાળા ઓઢાડવામાં આવી રહ્યાં છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ પૂર્વમાં કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરિવારના લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી જે.કે.પટેલ, મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય,શહેર મંત્રી શ્રી કૃણાલભાઇ દેસાઈ,કોર્પોરેટર શ્રી નિખિલભાઈ બારોટ, ભાજપના સક્રિય કાર્યકર્તા શ્રી ધર્મેન્દ્રભાઈ વ્યાસ ,પૂર્વ કોર્પોરેટર શ્રી ધ્રુવભાઈ પટેલ,શહેર અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ કેતનભાઈ રાઠોડ,મંત્રી શ્રી કૃણાલભાઈ સુતરીયા,શહેર યુવા મોરચાના કોષાધ્યક્ષ શ્રી હર્ષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.”

આ ઉપરાંત વોર્ડ નંબર 11માં આવેલ મજુર હાઉસિંગની બાજુ માં સ્લમ વિસ્તારમાં કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરિવારના લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું  જેમાં પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ સહીત કાઉન્સિલરો હાજર રહ્યા હતા.

 

કટોસણથી કલોલ સુધી મહિલા રૂ.22,000નો દારૂ લઈને આવી,આખરે ક્યાં પકડાઈ ?

કલોલ સમાચાર