પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો
કડવા ચોથની સાંજની ઘટના છે. કલોલમાં એક યુવાને પત્નીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. યુવકે ફિનાઈલ પી લેતા કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. જ્યાં ડૉકટરોએ તેનો જીવ બચાવી લીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના બાપુનગરમાં રહેતા વિજય પટણીના લગ્ન કલોલમાં થયેલ છે. તેની પત્ની સાસરી ન આવતા પિયરમાં જ રહેતા હોવાથી મનાવવા કલોલ આવ્યો હતો.પત્ની માટે તે બંગડીઓ સહીતની વસ્તુઓ લઈને આવ્યો હતો. જોકે પત્નીએ સાથે આવવાની ઘસીને ના પાડતા તેને લાગી આવતા ફિનાઈલ ગટગટાવી દીધું હતું.
કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત
આ બાદ યુવક જાતે જ કલોલ સીએચએસી સેન્ટર પહોંચી ગયો હતો અને પોતે ફિનાઈલ પીધું છે તેમ જણાવ્યું હતું. જેને પગલે હાજર સ્ટાફે તેને તાત્કાલિક સારવાર આપી હતી. યુવકે જણાવ્યું હતું કે તેની પત્ની અને સાળાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ઉપરાંત બે સાળાઓએ માર પણ માર્યો હતો. જેથી હતાશ થઇને ફિનાઈલ ગટગટાવ્યું હોવાની કેફિયત વર્ણવી હતી.


