કલોલ સીટી મોલની પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા પાલિકાએ શું કર્યું, વાંચો

કલોલ સીટી મોલની પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા પાલિકાએ શું કર્યું, વાંચો

Share On

 પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા

કલોલમાં આવેલ સીટી મોલની દુકાનોમાં પાલિકાના માણસોએ પહોંચી ગયા હતા. આ દુકાનો વાળાઓએ ટેક્સ ના ભર્યો હોવાથી પાલિકાએ તેમની દુકાનો કબ્જે કરવા કવાયત હાથ ધરી હતી. પાલિકાએ વર્ષોથી ટેક્સ ના ભરતી આ દુકાનો પર સીલ મારીને તેને કબ્જે કરી દીધી હતી.

પાલિકા માટે હવે આવક વધારવી ફરજિયાત બન્યું છે. સીધી આવકમાં મિલકત વેરો, યુઝરચાર્જ, પ્રોફેશનલ ટેક્સ જ પાલિકાનો આવકનો એક મોટો સ્ત્રોત છે. વેરાની કડકાઈભરી વસૂલાત જ પાલિકા માટે એક માત્ર વિકલ્પ બચ્યો છે. આનેલીધે આ વેરાની વસૂલાત માટે પાલિકાએ ચોતરફ વસૂલાત ઝૂંબેશ શરૂ કરી દીધી છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

આ અગાઉ પાલિકાએ હાઇવે વિસ્તારની સોસાયટીના 6 ઘરોના નળ જોડાણ કાપી દીધા હતા. વધુમાં 6000 લોકોને નોટિસ ફટકારીને વેરા વસૂલવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે. પાલિકાની ટીમે વેરા વસુલાત ઝૂંબેશમાં 6 દુકાનોને ટાંચમાં લઈ સીલ મારી દીધાં હતાં. જેને કારણે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

કલોલ પોલીસે જુગારીઓને પકડવા ઓપરેશન ચલાવ્યું,ક્યાંથી પકડાયા ?

આજથી કલોલ કરફ્યુ મુક્ત, પણ આ શરતો પાળવી પડશે

કલોલ સમાચાર