કલોલ GIDCમાં આવેલ બ્લુ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લગતા દોડધામ

કલોલ GIDCમાં આવેલ બ્લુ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝમાં આગ લગતા દોડધામ

Share On

કલોલ નગરપાલિકા અને ONGCની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી

Report By Prashant Leuva

કલોલ GIDC વિસ્તારમાં આજે બપોરના સમયે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં આવેલી ‘બ્લુ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ’ નામની કંપનીમાં અચાનક આગ લાગી હતી. પરિણામે, કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

શરૂઆતમાં કામદારોએ જાતે જ આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, આગના લપકારા એટલા વિકરાળ હતા કે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. તેથી, તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ, કલોલ નગરપાલિકા અને ONGC ની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે સળગતી આગ પર પાણી અને ફોર્મનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આમ, કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

અંતે, સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, કંપનીમાં ભારે નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

આ પણ વાંચો : કલોલમાં ચકચાર: અમેરિકાથી યુવક ડિપોર્ટ થતાં જ ‘કબૂલાત’ લેનારા અંડરગ્રાઉન્ડ!

કલોલ સમાચાર