પતિએ પોતાની પત્નીના જ દાગીના ચોર્યા
કલોલના ઓનેસ્ટ નગરમાં 3.35 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચોરી કરનાર મહિલાનો જ પતિ હોવાની માહિતી બહાર આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. દેવું વધી જતા તેણે પોતાના ઘરમાં જ ચોરી હતી.
ઘટનાની વિગત અનુસાર કલોલ રેલવે પૂર્વમાં આવેલ ઓનેસ્ટ નગરમાં કાજલબા ચૌહાણ રહે છે. તેઓ ગાંધીનગરમાં ખરીદી કરવા ગયા હતા.ઘરે પરત આવતા આ દાગીના ચોરાયા હોવાની વિગતો સામે આવી છે.
આ ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે ઘરની ચાવી તેમજ દાગીનાનો ડબ્બો ક્યાં પડ્યો છે તેની કોઈ જાણકારને ખબર હોય તો જ પ્રવેશી શકે. ચોરીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં મહિલાનો પતિ જ ચોર નીકળ્યો હતો.
કલોલ નગરપાલિકાએ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ
કલોલ સીટી મોલની પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા પાલિકાએ શું કર્યું, વાંચો
1 thought on “કલોલમાં દેવું વધી જતા પતિએ પોતાની પત્નીના જ દાગીના ચોર્યા ”