ફર્નિચરની દુકાનમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક
કલોલ પૂર્વમાં માર્કેટ યાર્ડ પાસે આવેલ એક ફર્નિચરની દુકાનમાં ગઈકાલે આગ લાગી હતી. શોર્ટસર્કિટને કારણે લાગેલ આગને કારણે માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો જોકે કોઈને જાનહાની ન થતા તંત્રે રાહતના શ્વાસ લીધા હતા.
પૂર્વ વિસ્તારમાં ફાટક પાસે આવેલ એક ફર્નિચરની દુકાનમાં આગ ફાટી નીકળવાનો કોલ મળતા ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ દોડતો થયો હતો. ઘટનાને પગલે ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.અચાનક આગ ફાટી નીકળતા ત્યાં હાજર રહેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ કલોલ નગરપાલિકા અને માણસા નગર પાલિકાના ફાયર ફાઇટર્સ દોડી આવ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો