કલોલના છત્રાલમાં ફિલ્મી ઢબે લૂંટારુ પકડાયા
કલોલના છત્રાલ ગામની જીઆઇડીસીમાં લૂંટના ઇરાદે ત્રણ લૂંટારુઓ આંગડિયા પેઢીમાં રિવોલ્વર લઈને ઘુસી ગયા હતા. બીજી તરફ આંગડિયા પેઢીમાં રોકડ રકમ નહીં હોવાથી લુટારુઓને ફેરો માથે પડ્યો હતો.આંગડિયા પેઢીના માલિકને રિવૉલ્વર નકલી હોવાનો અંદાજ આવી જતાં વેપારીએ ત્રણેયનો પ્રતિકાર કરતા લૂંટારુ ઇનોવા કારમાં નાસી ગયા હતા.\
ઘટનાની વિગત અનુસાર છત્રાલમાં જતીન બાબુભાઈ પટેલ પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવે છે. બપોરે જમીને ઉભા થયા હતા ત્યારબાદ ત્રણ ઈસમોએ આવીને લોખંડની જાળી માંથી રિવોલ્વર તાકી દીધી હતી તેમજ અંદર ઘુસી આવ્યા હતા. ડરના માર્યા જતીન ભાઈ ટેબલ નીચે સંતાઈ ગયા હતા. જોકે તેમને રિવોલ્વર નકલી લાગતા પ્રતિકાર કર્યો હતો. આ ઝપાઝપીમાં તેમને માથાના ભાગે વાગ્યું પણ હતું. ત્યારબાદ આસપાસમાંથી લોકો દોડી આવતા લૂંટારુઓ ઇનોવામાં બેસી ભાગી છૂટ્યા હતા. જતીન ભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો