કલોલની પોસ્ટ ઓફિસ આગળ ટ્રાફિકની સમસ્યા વકરી, આખરે કોણ  જવાબદાર 

કલોલની પોસ્ટ ઓફિસ આગળ ટ્રાફિકની સમસ્યા વકરી, આખરે કોણ  જવાબદાર 

Share On

કલોલની પોસ્ટ ઓફિસ આગળ ટ્રાફિકની સમસ્યા વકરી, આખરે કોણ  જવાબદાર

ખૂની બંગલા ચાર રસ્તા નજીક આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં પ્રવેશવાના દરવાજા આગળ જ વાહનોના પાર્કિંગને કારણે અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુખ્ય રસ્તા પર આવેલ પોસ્ટ ઓફિસનું પાર્કિંગ પણ ફૂલ થઇ જતા લોકો પોતાના વાહન દરવાજા બહાર મુકવા મજબૂર બન્યા છે જેને લીધે આવવા જવાનો માર્ગ પણ અવરોધાય ગયો છે.

કલોલની પોસ્ટ ઓફિસમાં વિવિધ કામ અર્થે હજારો અરજદારો અને મુલાકાતીઓની અવર જવર રહેતી હોય છે. અહીં આવતા લોકો પોતાના વાહનો પોસ્ટ ઓફિસના પટાંગણની અંદર અને બહાર આડેધડ વાહનો પાર્ક કરે છે. લોકોને ચાલવામાં પણ સમસ્યા ઉભી થઇ રહી છે. પોસ્ટ ઓફિસ પાસે પાર્કિંગ વ્યવસ્થા છે પરંતુ લોકોના ધસારાથી પાર્કિંગ ફૂલ થઇ જાય છે. જેના પરિણામ સ્વરૂપ લોકો દરવાજા વચ્ચે જ વાહનો મૂકી દેતા હોય છે તેને કારણે દરવાજો પણ બ્લોક થઇ જતો હોય છે.

પોસ્ટ ઓફિસના આંગણમાં પણ આડેધડ વાહનો મૂકી દેવાય છે જેને કારણે કામ અર્થે આવતા વૃદ્ધો હાડમારી વેઠી રહ્યા છે.

કલોલમાં દબાણ હટાવવા ભાજપના જ નગરસેવકોએ અવાજ ઉઠાવતા પાલિકામાં હડકંપ

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર