કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ

કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ

Share On

કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ

કલોલમાં આવેલ નારદીપુર ત્રણ રસ્તા પાસેથી ગુટખાનો ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક વિજિલન્સે ઝડપી પાડી છે. અમદાવાદથી ફેકટરીમાંથી ગેરકાયદેસર બિલ વિનાનો માલ ભરીને  ટ્રકો રાજસ્થાન તરફ જવા નીકળી હતી. નારદીપુર થી  ત્રણ ટ્રકો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મહેંક સિલ્વરનો ગેરકાયદેસર જથ્થો ફેકટરીથી ટ્રકોમાં ભરીને લઈ જવાતો હતો. હાલમાં મુદ્દામાલની ગણતરી ચાલુ છે. સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો પડતા સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. બીજી તરફ બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ દ્વારા જીએસટી ચોરી કૌભાંડની હાલત મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અમદાવાદ જીલ્લાના ચાંગોદર ખાતેના એક ગોડાઉનમાંથી મહેક સિલ્વર પાન મસાલાનો બીલ વગરનો ગેરકાયદેસરનો જથ્થો અલગ – અલગ બે આઈશર રજીસ્ટ્રેશન નં- GJ – 27 – TT – 3295 તથા GJ – 38 – T 4763 તેમજ ટાટા -૪૦૭ રજીસ્ટ્રેશન નં- GJ – 19 – X – 6996 માં ભરી , ચાંગોદર ખાતેથી નિકળી ગામડાઓના આંતરીયાલ રસ્તાઓ ઉપર થઈ નારદીપુર ત્રણ રસ્તે થઈ પસાર થનાર છે અને ડીસા-પાલનપુર બાજુ જનાર છે”.” તે માહિતી આધારે તા. ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, સ્થળ ઉપરથી (૧) મહેક સિલ્વર પાન મસાલાની પડીકી કુલ નંગ -૪,૯૪,૩૦૦ કિં.રૂ .૩૧,૭૭,૨૦૦/- ( ૨ ) એમ -૧ જર્દા પેકેટ નંગ-૩૯,૭૮૦ કિં.રૂ.૮,૯૫,૦૫૦/-(૩) વાહનો નંગ-૦૩ , કિં.રૂ.૩૦,૦૦,૦૦૦/- વિગેરે મળી કૂલ રૂપિયા ૭૦,૮૭,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી,કલોલ તાલુકા પો.સ્ટે. ને કાયદેસરની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.

 

કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર