કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું
કલોલ તાલુકામાં આવેલ પિયજ ગામમાં એક કૂતરો કુવામાં ખાબક્યો હતો. છેલ્લા એક દિવસથી શ્વાન કુવામાં હોવાથી તેના જીવ પર જોખમ ઉભું થયું હતું. શ્રી જીવદયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ (કલોલ) ના સંસ્થાપક રબારી ભરતભાઈ ગફુરભાઈ ના મોબાઈલ ફોન પર કલોલ તાલુકા ના પિયજ ગામ માંથી ભરતભાઈ પ્રજાપતિને સ્થાનિક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ગામ માં ખેતર ની પાસે આવેલા કૂવામાં અંદાજિત 100ફૂટ ઊંડા કૂવામાં શ્વાન છેલા એક દિવસથી પડી ગયેલ છે.
જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ શ્વાન ને કૂવામાં થી ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્કયું કરી બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં અંદાજે બે કલાક થી વધારે સમય લાગ્યો હતો.આખરે શ્વાન ને રેસ્ક્યુ કરી લેવાતા ગ્રામજનો તથા શ્વાને રાહતનો શ્વાસ લીધો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો