કલોલ પૂર્વમાં ખાડાઓ બાદ હવે ભુવો પડતા અફરાતફરી 

કલોલ પૂર્વમાં ખાડાઓ બાદ હવે ભુવો પડતા અફરાતફરી 

Share On

કલોલ પૂર્વમાં ખાડાઓ બાદ હવે ભુવો પડતા અફરાતફરી


કલોલના પૂર્વ વિસ્તારની સમસ્યાઓ અટકવાનું નામ નથી લઇ રહી. સમગ્ર પૂર્વમાં ખાડાઓની ભરમાર છે ત્યારે હવે આ ઓછું હોય તેમ એક ભુવો પડતા ભયનો માહોલ ફેલાયો હતો.શહેરના લવલી ચોક ખાતે રોડ પર મસમોટો પડી જતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. આ  ભુવાની અંદર આશરે દસ ફૂટ જેટલું પોલાણ હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાવવાની શક્યતા ઉભી થતા તંત્ર દ્વારા ચારે બાજુથી કોર્ડન કરી લેવાયો હતો. ત્યારબાદ તેનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રેલવે પૂર્વ વિસ્તારના લવલી ચોક નજીક ભુવો પાડવાની ઘટના સામે આવી છે. ભુવો પડવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ પણ જોવા મળ્યો છે. ઘટના સમયે રોડ પર નહિવત અવર જવર હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. તંત્ર દ્વારા રોડ બનાવતી વખતે વેઠ  ઉતારવામાં આવતી હોય છે જેના કારણે અમુક વખતે રોડ બેસી જતા ભુવો પડે છે.  કલોલ પૂર્વમાં  ખાડા બાદ હવે મસમોટા ભુવો પડી રહ્યા છે જેની પાછળ તંત્રની નિષ્ક્રિયતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર