કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું 

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું 

Share On

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત ની સૂચના થી ફૂડ સેફટી ઓફિસર વ સ્વચ્છ ભારત મિશન ઇ.ચા. રાજેશ આર વાઘેલા દ્વારા કલોલ શહેરના પ્લાસ્ટીક ના હોલસેલર રિટેઇલર સાથે જુલાઈ માસમાં મિટિંગ કરવામાં આવેલ હતી.

બેઠકમ,આ  તેઓને વન અને પ્રયાવરણ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી ૭૫ માઇક્રોન થી ઓછા માઇક્રોનની પલાસ્ટીક બેગ, ઈયર બર્ડ, પલાસ્ટીક ગ્લાસ, થર્મોકલ ડિશ,વગેર નું ઉત્પાદન કે વેચાણ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. તો તેનું ઉત્પાદન કે વેચાણ ન  કરવા સમજ અને માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવેલ અને  એક વૃક્ષ ઉગાડી પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવેલ હતી.

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ

જો ઓચિંતા તપાસ કરતા કોઈ ની પાસે પ્રતિબંધિત વસ્તુ મળી આવશે તો જપ્ત કરી વાહિવટી ચાર્જ રિપીટ હશે તો ચઢતા કર્મે વસુલ કરવામાં આવશે. તેવી સૂચના આપવામાં આવેલ.જેમાં આજ રોજ C.O શ્રી ની સૂચનાથી ફૂડ સેફટી ઓફિસર રાજેશ વાઘેલા અને તેમની ટીમના એસ.આઈ. જીગર જોષી, કેતન જાદવ, સે.સુ વિમલ બારોટ દ્વારા પ્રજાપતિ પ્લાસ્ટિક, વારાહી પલાસ્ટીક ,ખમાર નરેન્દ્રભાઈ ગોવિંદભાઇ હોલસેલ ના વેપારીઓ ના ત્યાં તપાસ કરતાકુલ ૭૫કિલોથી વધુ પ્લાસ્ટીક તથા ગ્લાસ, થર્મોકલ ડિશો જપ્ત કરી કુલ રૂ.7500 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. રાજેશ વાઘેલા એ જણાવેલ આ ઝુંબેશ ચાલુ રહેશે. તેમજ રિટેઇલરને ત્યાં તપાસ કરવામાં આવશે જે વેપારીઓ ઉપયોગ કરતાં હશે તેણે પણ નોટીસ આપી ચાર્જ વસુલ કરવામાં આવશે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર