કલોલમાં આખલા યુદ્ધ, અનેક વાહનને નુકશાન, એક વ્યક્તિ ઘાયલ
કલોલમાં જાહેર માર્ગો પર આખલા અને રખડતી ગાયો જોવા મળી રહી છે. આ રખડતા ઢોર કેટલાય લોકોને ઇજા પહોંચાડતા હોય છે. કલોલના કવિતા સર્કલ આગળ બે આખલા યુદ્ધે ચડતા નાસભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતા આસપાસ રહેલા વાહનોને નુકશાન થયું હતું.
મામલતદાર કચેરી સામે આવેલ શોપિંગ સેન્ટરમાંથી એક વ્યક્તિ બહાર નીકળી રહ્યા હતા ત્યારે લડતા આખલાઓએ અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય લોકો સમયસર ખસી જતા બચી જવા પામ્યા હતા.આ ઈજાગ્રસ્ત વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાય માસથી કલોલમાં ગાયો અને આખલાઓ વધી ગયા છે. ચોરે અને ચૌટે આ આખલાઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેસી હતા હોય છે. આ રખડતા ઢોરને કારણે અકસ્માત પણ થાય છે. ત્યારે આ સંજોગોમાં કલોલ નગરપાલિકા આંખો બંધ કરીને બેસી રહી છે. નગરપાલિકાની આગળ પણ દિવસ દરમિયાન રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે તે પણ તંત્રને દેખાતું નથી. રખડતા ઢોરને કારણે કોઈ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થશે કે મૃત્યુ પામશે તો તેની જવાબદારી કલોલ નગરપાલિકા લેશે કે નહીં તે મહત્વનું થઇ પડ્યું છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ