કલોલ પૂર્વના યુવક પર શાક માર્કેટ નજીક છરી વડે હુમલો

કલોલ પૂર્વના યુવક પર શાક માર્કેટ નજીક છરી વડે હુમલો

Share On

કલોલના નવા શાક માર્કેટ વિસ્તારમાં અજાણયા ઈસમે યુવક પર છરી વડે હુમલો કર્યો

કલોલમાં આજ રોજ રાત્રિના આઠ વાગ્યાને 25 મિનિટ ના સમયગાળા દરમિયાન એક ઈસમ નવા શાક માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન નવા શાક માર્કેટ નજીક અજાણયા ઇસમ દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકના પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર હેઠળ કલોલ સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હુમલા પાછળનું મુખ્ય કારણ અંગત અદાવત હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ ઘાયલ થયેલ યુવક ઘનશ્યામ નગર ઓએનજીસી રોડ પૂર્વ વિભાગ, કલોલમાં રહેતો હોવાની માહિતી મળી છે. હાલ મા ઘાયલ થયેલ યુવકને વધુ સારવાર મળી રહે તે હેતુથી ગાંધીનગર સિવિલ ખાતે રિફર કરવા માં આવ્યો છે.

કલોલ કોલેજના અધ્યાપક ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાયા

 

કલોલ સમાચાર