કલોલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા દોડધામ

કલોલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા દોડધામ

Share On

રહીશોને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડાયા…..

કલોલના ગત સાંજના સુમારે ક્લોરિન ગેસ લીકેજ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગેસ લીકેજ થતાં સાથે જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વોટરવર્કર્સમાં પાણીના સુદ્ધિકરણ માટે ક્લોરિન સિલેન્ડર મૂકવામાં આવ્યો છે, જેમાં કોઈ કારણસર લીકેજ થતાં નાસભાગ મચી જવા પામી હતી.

કલોલમાં ગઇકાલે સાંજના સમયે ઈશ્વરકૃપા સોસાયટી પાસે આવેલ વોટરહાઉસ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થવાની ઘટના જોવા મળી હતી. ગેસ લીકેજ થતાં તેની દુર્ગંધ આસપાસમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેથી તુરંતજ ૧૦૮ને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવી હતી.

તેમજ ફાયરબ્રિગેડની કલોલ તેમજ ગાંધીનગરની ટીમ પણ ઈશ્વરકૃપા સોસાયટી પાસે આવેલ વોટરહાઉસ ખાતે પહોંચી જઈ લીકેજ થયેલ ગેસ ને બંધ કરવા માટેની કવાયત હાથ ધરાઇ હતી. ઘટનાને પગલે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. તેમજ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સોસાયટીની નજીકમાં આવેલ રઘુનાથ ફ્લેટ તેમજ આસપાસના રહીશોને ઘટનાસ્થળે થી દુર ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ લીકેજ ગેસ પર કાબૂ મેળવી લીધો હતો.

કલોલ સમાચાર