કલોલમાં જુનીયર ક્લાર્કના ઉમેદવારો માટે યુવાનોએ સેવા કેમ્પ યોજ્યો

સેવા કરવામાંમાં કોઈ નાત નાત કે ધર્મ જોવાતો હોતો નથી તેનું ઉત્તમ ઉદાહરણ કલોલ પૂર્વના યુવાનોએ પુરુ પાડ્યું છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કલોલમાં દુર દુરથી આવતા ઉમેદવારો માટે આ યુવાનોએ પૂર્વ વિસ્તારમાં આવેલ કચ્છી વાડીમાં રહેવા,નહાવા ધોવા તેમજ જમવાની ઉતમ સગવડ પૂરી પાડી હતી.
પૂર્વ વિસ્તારના સેવાભાવી યુવાનોના ગ્રુપ દ્વારા બે દિવસ અગાઉથી તડામાર તૈયારી આદરી દેવામાં આવી હતી. ગુજરાતમાંથી કલોલ આવી પડેલ ઉમેદવારોને હાઇવે કે બસ સ્ટેશનથી લઈને ક્સ્છી વાડી સુધી પહોંચડવામાં આવ્યા હતા. મોડી રાત્રે અઢી વાગ્યે ભાવનગરથી આવેલ અને અંબિકા ઉતરેલા ત્રણ યુવાનોને ટીમ દ્વારા રીસીવ કરી સેવા કેમ્પ લઇ જવામાં આવ્યા હતા.
આ સેવા કાર્યમાં નિશ્વાર્થ મદદ કરનારા મિત્રોમાં મિશાલ પરમાર, મનુભાઈ વાણીયા, મયંકભાઈ મકવાણા,પંકજ પરમાર,મિત પરમાર દીપક રાઠોડ,નીખીલ ચૌહાણ,ભરતભાઈ સુમેસરા,વિપુલ રોહિત,વિષ્ણુ ચાવડા,હાર્દિક પરમાર,ગૌતમ પીયજા,વિકેશ પરમાર,અવકાશ પરમાર,આરતી પરમાર,રીતુ પરમાર,પ્રકાશભાઈ પીયજા,,મનીષભાઈ એડવોકેટનો સમાવેશ થાય છે. આ લોકોએ ઉમેદવારો માટે જોરદાર આયોજન કરીને એક અનોખી પ્રેરણા પૂરી પાડી છે.