કલોલમાં ઐતિહાસિક ચુકાદો : કલોલ કોર્ટે બળાત્કારના આરોપીને ફાંસીની સજા ફટકારી
કલોલના સાંતેજ ગામની સીમમાં લાકડા વીણવા ગયેલ બાળકીને આરોપીએ પોતાની મોટર સાઇકલ પર બેસાડીને રાચરડા ખાતે રોડ પર ખરાબાની જગ્યામાં ઓરડીમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો જેને પગલે કોર્ટમાં કેસ ચાલી જતા કલોલ કોર્ટના એડિશનલ જજ એ.એ.નાણાવટીએ આરોપીને ફાંસીની સજા આપવાનો હુકમ કર્યો હતો. આ બાદ આરોપી રડી પડ્યો હતો. જોકે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
સરકારી વકીલ સુનિલ પંડ્યાએ ફાંસીની સજા આપવાની માંગ કરતા કહ્યું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને પક્ષોના કાયદાની કલમ 5 અને 6 મુજબ ગુના ને પગલે મૃત્યુદંડની એટલે કે તેના ગળે ફાંસો નાખીને તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવી દેવાની સજા તેમ જ આરોપીને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બાળકીને જ વધુ છ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ આ અગાઉ પણ બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરી એક બાળકેની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યો હતો જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ અગાઉ કલોલના એક ગામમાંમાં દસ વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેને પગલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.કલોલ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો જેનો શુક્રવારે ચુકાદો આવ્યો હતો. કલોલ કોર્ટે અપહરણ અને બળાત્કારના ગુનામાં વિજયજી ઠાકોરને આજીવન સખત કેદની સજા અને પચાસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે હવે તેને ફાંસીની સજા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.