કલોલના માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

કલોલના માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

Share On

કલોલના માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

કલોલમાં રસ્તા તૂટી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વરસાદ પડતા સ્થિતિ વિકટ બની છે. શહેરના રેલ્વે પૂર્વ,પંચવટી,કલ્યાણપુરા,મટવાકુવા અને બજાર  વિસ્તારમાં રસ્તા તૂટી ગયા છે.

આ ઉપરાંત બીવીએમ રેલ્વે ફાટકનો માર્ગ સંદતર તૂટી ગયો છે. ફાટક બંધ હોવાથી ભારે ટ્રાફિક થાય છે. તૂટેલા રસ્તાને કારણે વાહનચાલકો અગવડ વેઠી રહ્યા છે. આ ઉપરાંત શહેરના માર્ગો પર ખાડાઓને કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે.

આ સંજોગોમાં તંત્ર દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. કલોલ શહેરમાં નવીન રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવે તો છે પરંતુ ગુણવત્તા વગરનું હલકી કક્ષાનું મટીરીયલ વાપરવાને કારણે જાહેર માર્ગોનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે. રોડ બનાવ્યાના થોડા દિવસો બાદ કપચી બહાર આવતી જોવા મળે છે તેમજ અનેક ઠેકાણે ખાડા પણ પડી જતા હોય છે.

કલોલ સમાચાર