અમદાવાદના એક પીઆઈની DGP દ્વારા સિંગલ ઓર્ડરની બદલી ચર્ચાનો વિષય બન્યો

અમદાવાદના એક પીઆઈની DGP દ્વારા સિંગલ ઓર્ડરની બદલી ચર્ચાનો વિષય બન્યો

Share On

અમદાવાદના એક પીઆઈની DGP દ્વારા સિંગલ ઓર્ડરની બદલી ચર્ચાનો વિષય બન્યો

 

અમદાવાદમાં વધતા ક્રાઇમને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા 14 પીઆઇની આંતરિક બદલી કરી દેવામાં આવી છે પરંતુ એક પીઆઈની બદલીએ શહેર ભરમાં ચર્ચા જગાવી છે. ડાયરેક્ટ ડીજીપી દ્વારા પીઆઇની બદલી સૌરાષ્ટ્ર માં કરી દેવાતા તર્ક વિતર્ક ફેલાયા છે.

અમદાવાદમાં વધતી ગુનાખોરીને કારણે પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જાહેરમાં મારામારી, અકસ્માત જેવા બનાવો વધ્યા છે જેને કારણે પોલીસની આબરૂનું સતત ધોવાણ થઈ રહ્યું હતું. આ પગલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દેવામાં આવી છે.

 

બીજી તરફ ગુજરાત ડીજીપી દ્વારા અમદાવાદના એક પી.આઈની કરાયેલ બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ પીઆઇને અમદાવાદથી ઉઠાવી સીધા સૌરાષ્ટ્ર મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી એક્શનમાં આવતા હવે અન્ય જિલ્લાઓમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નિવડેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ બદલીનો કોરડો વિંઝાય છે કે કેમ તે જોવાનો વિષય રહેશે.

 

કલોલ સમાચાર