કલોલમાં વિકાસ કાર્યો માટે ઔડાએ 70.72 કરોડ રૂપિયા મંજુર કર્યા
કલોલમાં વિકાસ કાર્યો માટે ઔડાએ 70.72 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. કલોલની વિવિધ ટીપી સ્કીમમાં વિકાસ કાર્યો માટે આ નાણાં મંજુર કરવામાં આવ્યા હતા. કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટીપી નંબર 1,2,3,4,5 અને 6 માટે આ નાણાં ફાળવવામાં આવ્યા છે.
કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ ટીપીઓમાં નવા રોડ, રિસરફેસ, સ્ટોર્મ વોટર, ગટર લાઈન તથા મેન્ટેનન્સના કામો માટે 70.72 કરોડ રૂપિયાના ખર્ચે મંજુર કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ નાણાંનો ઉપયોગ કલોલ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વિકાસકાર્યો કરવામાં આવનાર છે.
કલોલમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓ તૂટી ગયા છે, પાણીનો પ્રશ્ન છે તેમજ વરસાદી પાણી ભરાઈ જતું હોય છે. જેથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.